🔥 ट्रेंडिंग कालपी में विकास को मिली नई रफ्तार, निप... केरला नाड़ी में डूबने से 40 वर्षीय युव... ગિરનારની પરિક્રમામાં આરોગ્ય તંત્રની સં... ঝাঁসির রানি লক্ষ্মীবাঈর জন্মজয়ন্তীতে... नवादा में जिला स्तरीय जनसुनवाई में 20... ग्यारस पूजा को लेकर उरई में दिखी धार्म...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ઝાલોદમાં વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહનું સફળ આયોજન

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 20 नव. 2026, 05:50 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

SDH ઝાલોદમાં ડૉ. પ્રતિમા મહેતા અને ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ નાયકની આગેવાની હેઠળ એન્ટિબાયોટિક ઉપયોગ અને NQAS ચેકલિસ્ટ મુજબ પ્રિસ્ક્રિપ્શન ઓડિટ કરવામાં આવી.

સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ (SDH) ઝાલોદમાં વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહની ઉજવણી દરમિયાન આરોગ્ય વિભાગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું.

હોસ્પિટલના અધિક્ષક ડૉ. પ્રતિમા મહેતા ના માર્ગદર્શન હેઠળ ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ નાયક દ્વારા NQAS ચેકલિસ્ટ મુજબ પ્રિસ્ક્રિપ્શન અને ફાર્મસી ઓડિટ હાથ ધરવામાં આવ્યું, જેમાં દવાઓના યોગ્ય ઉપયોગ અને સ્ટોક મેનેજમેન્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.

ફાર્મસી કાઉન્ટર પર દવા લેવા આવતા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એન્ટિબાયોટિક્સનો ડૉક્ટર દ્વારા નિર્ધારિત કૉર્સ યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ કરવા માટે સમજાવ્યું, જેથી દવાઓની અસરકારકતા જળવાઈ રહે.

સાથે જ ફાર્માસિસ્ટ દ્વારા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર અને કેમિસ્ટ એસોસિએશનના સંકલનથી શેડ્યુલ H અને H1 દાવાઓના યોગ્ય વેચાણ, પ્રિસ્ક્રિપ્શનની આવશ્યકતા અને નિયમો અંગે જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું.

એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અટકાવવું આરોગ્ય તંત્રની જ નહીં, પણ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે. સૌના સંયુક્ત પ્રયાસોથી જ દવાઓની અસરકારકતા જાળવીને ભાવિ પેઢીને સુરક્ષિત રાખી શકાશે.
📲Get App