🔥 ट्रेंडिंग સુરતમાં લિંબાયત પોલીસનું હાફ એન્કાઉન્ટ... इंदिरा गांधी जयंती पर कांग्रेसियों ने... पियूष गोयल ने भारत-अमेरिका आर्थिक संबं... भारत ने इस वर्ष $1 ट्रिलियन निर्यात लक... भारत की पर्यटन‑हॉस्पिटैलिटी में धरोहर... ट्रंप-ची-पुतिन त्रिपक्षीय बैठक पर राहु...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપીપળામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને મત્સ્યોદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે મત્સ્ય ખેડૂત શિબિર યોજાઈ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 20 नव. 2026, 10:15 AM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના મત્સ્ય ખેડૂતો અને માછીમારોને આધુનિક મત્સ્યપાલન, સરકારી યોજનાઓ, નાણાકીય સહાય અને જળ સુરક્ષા અંગે જાગૃત કરવાના હેતુથી આંબેડકર હોલ, રાજપીપળા ખાતે મત્સ્યોદ્યોગ અધિક્ષકની કચેરી અને રિલાયન્સ ફાઉન્ડેશન, નર્મદાના સંયુક્ત ઉપક્રમે ‘મત્સ્ય ખેડૂત શિબિર 2026-27’ યોજાઈ હતી.

શિબિરમાં મત્સ્યોદ્યોગ અધિક્ષક રિતેશ ચૌધરીએ સરકારી યોજનાઓ અને સહાય અંગે, રિલાયન્સ ફાઉન્ડેશનના ફિશરીઝ નિષ્ણાત અમિત મસાણીએ આધુનિક તથા ટકાઉ મત્સ્યપાલન અંગે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર અંકિત પરમારે નદી-જળાશયોમાં માછીમારી દરમિયાન સલામતી તથા આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક ધ્રુવ દવેએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ પર નોંધણી અને પગડિયા માછીમારોને મળતા સરકારી લાભોની માહિતી આપી હતી.

શિબિરમાં નિષ્ણાતોએ મત્સ્ય ખેડૂતો અને માછીમારો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સરકારી સહાય મેળવવાની પ્રક્રિયા અને મત્સ્યપાલન ક્ષેત્રે રોજગારીની તકો અંગે સમજણ આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ યોજનાકીય માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર મહેન્દ્ર મકવાણા સહિત જિલ્લાના મત્સ્ય ખેડૂતો અને માછીમારો જોડાયા હતા.

શિબિરનો મુખ્ય ઉદ્દેશ મત્સ્ય ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમની આવક વધારવી તથા મત્સ્યોદ્યોગને સુરક્ષિત અને ટકાઉ બનાવવાનો રહ્યો હતો.
📲Get App