🔥 TRENDING ଭୁବନେଶ୍ୱରରେ ଆଗାମୀ ୩ ଘଣ୍ଟାରେ ବର୍ଷା ଏବଂ... West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાના રાજુલાના સમુહખેતી (ધુડીયા આગરીયા) મુકામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઊઘડતી ઉષાએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Nov 2026, 11:28 AM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના રાજુલાના સમુહખેતી (ધુડીયા આગરીયા) મુકામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઊઘડતી ઉષાએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ


નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા યોગાભ્યાસ સત્રમાં જોડાયા


અમરેલી તા. ૧૮ નવેમ્બર
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના રાજુલાના સમુહખેતી (ધુડીયા આગરીયા) ગામ ખાતે રાત્રિવિશ્રામ કર્યા બાદ ઊઘડતી ઉષાએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો.

જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પણ આ યોગાભ્યાસ સત્રમાં જોડાયા હતા.

સમુહખેતી મુકામે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ગ્રામજનો, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે જેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વવ્યાપી બનાવી છે. વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.

યોગ અભ્યાસ બાદ રાજ્યપાલશ્રીએ પ્રાણાયામનો અભ્યાસ પણ કર્યો હતો અને સૌને નિયમિત પ્રાણાયામ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકાના નિયમિત અભ્યાસથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાની માહિતી આપી હતી. ઉપરાંત ઓમકારનું મહત્વ સમજાવ્યું હતું.

અંતે ઓમકારના ઉચ્ચારણ સાથે સમગ્ર યોગાભ્યાસને શાંતિપૂર્ણ રીતે વિરામ આપવામાં આવ્યો હતો. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલી યોગ પ્રસ્તુતિને બિરદાવી હતી.

રાજ્યપાલશ્રીએ યોગ અભ્યાસમાં સહભાગી થનારા સૌ ઉપસ્થિતોને નિરામય સ્વાસ્થ્ય માટે આર્શીવચન પાઠવ્યા હતા.
📲Get App