🔥 TRENDING Atul Kumar Rajasthan United eye back-to-back wins... Hisar-Jodhpur Express Resumes Operatio... Drone discovered in residential area n... କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ... Rajasthan Power Corp to Conduct JE Rec...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડૂતોનો હલ્લાબોલ: વીજ થાંભલા મુદ્દે અમરેલીમાં વિરોધ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Nov 2026, 11:06 AM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે અમરેલીમાં ખેડૂતો વીજ વિભાગ વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે, કારણ કે તેમની જમીનમાંથી પરવાનગી વગર વીજ થાંભલા પસાર કરવામાં આવી રહ્યા છે.

આજે સવારથી અમરેલીમાં ખેડૂતો વીજ વિભાગ અને તંત્ર વિરુદ્ધ વિરોધ નોંધાવી રહ્યા છે, રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ખેડૂતોનો આરોપ છે કે તેમની ખેતીલાયક જમીનમાંથી પરવાનગી વગર વીજ થાંભલા અને વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે, જેના કારણે જમીન બગડી રહી છે અને ખેતીમાં અડચણ આવી રહી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કેટલાક ખેડૂત આગેવાનોને અટકાયત કરી, તેમને પોલીસ વાનમાં બેસાડ્યા. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ થયું.

ખેડૂતોની માંગ છે: વીજ થાંભલાનું યોગ્ય અને પૂરતું વળતર, સંમતિ વગર જમીનમાં કામ ન કરવું, અને પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવું.

હાલમાં વાતાવરણ તંગ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ખેડૂતો કહે છે કે માંગણી સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
📲Get App