🔥 TRENDING జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં હાથમતી નદીનું પ્રદૂષણ રોકો,નવો રિવરફ્રન્ટ વિકાસ માટે આહ્વાન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 12:17 AM 👁 41
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં હાથમતી નદીનું પ્રદૂષણ વધતું જોવા મળી રહ્યું છે અને નદીને સ્વચ્છ રાખવા તેમજ ભવ્ય રિવરફ્રન્ટની યોજના માટે સ્થાનિક નાગરિકો આહ્વાન કરે છે..

સાબરકાંઠાની-:
હાથમતી નદી હિંમતનગરની ઓળખ અને કુદરતી ધરો છે,પરંતુ આજકાલ નદીમાં ગંદકી અને ગટરનું પાણી છોડવામાં આવતું હોવાથી પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. નદીને સ્વચ્છ રાખવા અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે તાત્કાલિક પગલાંની આવશ્યકતા છે.સ્થાનિક નાગરિકોનું સ્વપ્ન છે કે ભવિષ્યમાં હાથમતી નદીના કિનારે સિદ્ધપુર જેવા ભવ્ય ઘાટ,સુંદર બગીચા,વોકિંગ ટ્રેક,આકર્ષક લાઇટિંગ,મ્યુઝિકલ ફાઉન્ટેન અને આધુનિક રિવરફ્રન્ટનું નિર્માણ થાય,જેથી હિંમતનગરને નવી ઓળખ મળે..

આ હેતુ માટે નદીમાં ગટરનું પાણી છોડવાનું બંધ કરવું,નદીને પ્રદૂષણમુક્ત બનાવવું અને રિવરફ્રન્ટ વિકાસ માટે સમુદાયની સહભાગીતા જરૂરી છે.પર્યાવરણ અને કુદરતી સંપત્તિનું રક્ષણ દરેક નાગરિકની જવાબદારી છે.કુમાર એમ ભાટ હાથમતી નદી બચાવો આંદોલન સમિતિના ચેરમેન,તમામ હિંમતનગરવાસીઓને આ અભિયાનમાં જોડાવા માહિતી શેર કરવા અને નદી બચાવની લડાઈમાં સહભાગી થવા વિનંતી કરે છે.
📲Get App