🔥 TRENDING Manipur Governor Inaugurates New Healt... Manipur High Court Declares Producing... Meghalaya Launches Digital Transport S... सीओ शाहाबाद देवकीनंदन ने किया थाना सैफ... Meghalaya Transfers Baljek Airport to... Meghalaya Cabinet Chooses Long‑Term Bo...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્રાંતિજમાં નેશનલ હાઈવે પર મીની ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 09:20 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજમાં નેશનલ હાઈવે પર મીની ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે અથડામણ થઈ, જેના કારણે ટર્પેન્ટાઇન અને ડીઝલ ઢોળાઈ ચીકાશ ફેલાઈ..

સાબરકાંઠાના-:
પ્રાંતિજ રાષ્ટ્રીય હાઈવે પર હિંમતનગરથી અમદાવાદ તરફ જતા પોલીસ સ્ટેશન અને ગ્રીન પાર્ક સોસાયટી સામે મીની ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે અથડામણ થઈ.અકસ્માતમાં મીની ટેમ્પો અને ટ્રકમાં ભરેલું ટર્પેન્ટાઇન અને ડીઝલ હાઈવે પર ઢોળાઈ ગયા, જેના કારણે માર્ગ પર ચીકાશ ફેલાઈ અને અન્ય વાહનચાલકો માટે જોખમ ઊભું થયું..

આ કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાયો, હાઈવેની એક બાજુનું વાહનવ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યું.પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી, ઢોળાયેલો ટર્પેન્ટાઇન અને ડીઝલ સાફ કરી, ચીકાશ દૂર કરી અને માર્ગને સુરક્ષિત બનાવી.સફાઈ પૂર્ણ થયા પછી ટ્રાફિક પુનઃ શરૂ થયો, પરંતુ થોડી વાર માટે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
📲Get App