🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્યના માંડલમાં ફર્નિચર-ઇલેક્ટ્રિકના મોલના ગોડાઉનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા

✍️ Reporter: Gilani Asikali 🗓 19 Nov 2026, 09:20 AM 👁 113
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના માંડલ વિસ્તારમાં દસાડા જવાના રસ્તા પર હાઈ વે નજીક આવેલ બકાભાઈ કરીયાવર માટેનો સામાન તથા ફર્નિચર અને ઇલેક્ટ્રિકના મોલના ગોડાઉનમાં સવારના સમયે સીટ સરકીટ ના કારણે
ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિરમગામ,પાટડી,બહુચરાજી ના ફાયરબ્રિગેડ આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી
ગોડાઉનમાં લાગેલી આગને કારણે મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થયો હોવાની આશંકા છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ કયા કારણોસર લાગી અને ઘટનામાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App