🔥 TRENDING జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના કોટડી મુકામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Nov 2026, 09:49 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના કોટડી મુકામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું


રાજ્યપાલશ્રીએ જોગદીયા પરિવાર સાથે આત્મીયતાથી સંવાદ કરી સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કર્યો


અમરેલી, તા. ૧૮ નવેમ્બર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજુલા તાલુકાના કોટડી મુકામે અનુસૂચિત જાતિ પરિવારની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ પૂર્વે કોટડી ગામના અનુસૂચિત જાતિ પરિવારના પ્રેમજીભાઈ જોગદીયાના ઘરે પધારી સવારના સાત્વિક અલ્પાહાર સાથે ભાવપૂર્વક આતિથ્ય માણ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જોગદીયા પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી સંવાદ કર્યો હતો અને પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા.

રાજ્યપાલશ્રીના આ સહજ, સરળ અને આત્મીય વ્યવહારથી જોગદીયા પરિવાર આનંદિત અને ભાવવિભોર બન્યો હતો. રાજ્યપાલશ્રીએ અનુસૂચિત જાતિ પરિવાર સાથે અલ્પાહાર કરીને સામાજિક સમરસતા, સમાનતા અને ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જોગદીયા પરિવારે રાજ્યપાલશ્રી પોતાના આંગણે પધાર્યા અને પરિવાર સાથે સવારના અલ્પાહાર સાથે આતિથ્ય માણ્યું તે બદલ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાવરકુંડલા - લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ કુમાર મૌર્ય, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટર શ્રી હર્ષિતા ગોયલ, એ.એસ.પી. શ્રી જયવીર ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App