🔥 TRENDING Manipur Congress Leader Demands Clear... Indian Army Captain and Sepoy Killed i... Tripura Congress Criticises Centre on... Three Ambassadors Present Credentials... IAF signs MoU with Central Sanskrit Un... Himachal minister's Op Sindoor comment...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંજાર પોલીસની કામગીરી: અપહરણનો ભેદ ઉકેલી ભોગ બનનારને સુરક્ષિત પરિવારને સોંપ્યા, આરોપી ઝડપાયો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 19 Nov 2026, 10:48 AM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંજાર ટાઉન વિસ્તારમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ભોગ બનનારને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવ્યા છે.

અંજાર ટાઉન વિસ્તારમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી ભોગ બનનારને તેના કબજામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.વાઘેલાએ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ ભોગ બનનારને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી પરિવારને સુરક્ષિત સોંપવામાં આવ્યા હતા.

આ ગુનામાં ભુજના ભડિતનગર વિસ્તારમાં રહેતા સાહિલ ઇલિયાસ કુંભાર (ઉંમર ૨૨ વર્ષ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જી.એન.વાઘેલા, પીએસઆઈ એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App