Crime
🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો મેગા એક્શન,
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામે પાણીના મુદ્દે થયેલા હુમલાના બનાવમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. IPS અધિકારી સહિત પોલીસ અને PGVCLની ટીમોએ ગામમાં તપાસ અને કોમ્બિંગ હાથ ધર્યું છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામે પાણીના મુદ્દે થયેલા હુમલાના બનાવમાં હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ મામલે ઉપસરપંચ જીતુ વાળાનો રિવોલ્વર અને ધોકા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
ધોકા વડે હુમલો થયા બાદ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. IPS જયવીર ગઢવી, DYSP, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને PGVCL સહિતની ટીમો અડતાળા ગામે પહોંચી હતી.
પોલીસના મોટા કાફલા સાથે આરોપીના ઘર સહિત આસપાસના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. આરોપીના ઘરે પાણી અને વીજળીના કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત કચેરીમાં પણ તપાસ કરવામાં આવી હતી.
ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કાયદાનું પાલન કરવાનો સંદેશ આપવા પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
બાઈટ IPS જયવીર ગઢવી અમરેલી