🔥 ट्रेंडिंग ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା... 19 नवंबर के लिए कई देशों में छुट्टी की... पश्चिम बंगाल की सीएम ममता बनर्जी ने अम...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

શામળાજી પોલીસ સ્ટેશનમાં ૧૧૫૨ બોટલ વિદેશીદારૂની જપ્તી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 19 नव. 2026, 02:49 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશનમાં હાઉસ રેઈડ દરમ્યાન ૧૧૫૨ બોટલ અને ટીન વિદેશીદારૂ, જેની કિંમત ૨,૬૧,૧૨૦ રૂપિયા, જપ્ત કરવામાં આવ્યા..

અરવલ્લીના-:
શામળાજી પોલીસ સ્ટેશન, અરવલ્લી જિલ્લામાં હાઉસ રેઈડ દરમ્યાન ૧૧૫૨ બોટલ અને ટીન વિદેશીદારૂ જેની કુલ કિંમત ૨,૬૧,૧૨૦ રૂપિયા, જપ્ત કરવામાં આવ્યા.આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રોહી અને જુગાર, નશીલા દ્રવ્યોની વેચાણ અને હેરાફેરી સામેની સતત કામગીરીનો ભાગ છે.પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ એચ ઝાલા અને સબ ઇન્સ્પેક્ટર વી ડી વાઘેલા, સાથે એલ.સી.બી.ટીમના સભ્યો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલિંગ દરમિયાન ઓડ ગામની સીમમાં રહેલા નિલેષભાઈ કનુભાઈ નિનામાના રહેણાંક ઘરના પાછળવાડામાં વિદેશીદારૂનો જથ્થો શોધ્યો..

પાછળવાડાની ઝાડી ઝાંખરામાં ૪૬ પેટીઓમાં ૧,૧૫૨ બોટલ અને ટીન વિદેશીદારૂ અને બિયર મળી આવ્યા, જે પ્રોહી પ્રતિબંધ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા. નિલેષભાઈ કનુભાઈ નિનામાને શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.આ આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઇન્સપેક્ટર,વી.ડી.વાઘેલા પોલીસ સબ ઇન્સપેકટર,જયેન્દ્રસિંહ ભીમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કલ્પેશસિંહ કરણસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દિલીપભાઈ થાનાભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,ધનરાજસિંહ ગીરવતસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ,કિરણકુમાર લક્ષ્મણભાઈ ડ્રાંઇવર પોલીસ કોન્સ્ટેબલ જેવા અધિકારીઓ અને કર્મચારીઓએ આ કામગીરીમાં સહયોગ આપ્યો.
📲Get App