🔥 TRENDING मार्क इंस्टीट्यूट ऑफ नर्सिंग में प्रवे... बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સમૂહખેતી ગામે વહેલી સવારે મનસુખભાઈ કુંભાણીના ઘરે ગૌ સેવા કરી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Nov 2026, 09:59 AM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સમૂહખેતી ગામે વહેલી સવારે મનસુખભાઈ કુંભાણીના ઘરે ગૌ સેવા કરી


રાજ્યપાલશ્રીએ સમૂહખેતી મુકામે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ બાદ ખેડૂત પરિવારની સાથે મુલાકાત કરી


અમરેલી તા.૧૮ નવેમ્બર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રવાસ દરમિયાન સમુહખેતી (ધુડીયા આગરીયા) ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

રાજ્યપાલશ્રી ગ્રામીણ સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય સાધીને વહેલી સવારે સમુહખેતી ગામના ખેડૂત શ્રી મનસુખભાઈ કુંભાણીના ઘરે પહોંચ્યા હતાં અને ગાયોના પાલન પોષણની વિગતો મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત મનસુખભાઈ કુંભાણી પાસે અંદાજિત ૩૨ વીઘા જેટલી જમીન છે, જેમાં તેઓ પ્રાકૃતિક કૃષિ સાથે બાગાયતી પાકનું પણ વાવેતર કરે છે. રાજયપાલશ્રીએ તેમના ઘરે જઈ અને ગૌ સેવા કરી હતી અને પશુપાલન સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
📲Get App