🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજના શરદબાગમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યો શખ્સ મળતા ચકચાર મચી ગઈ છે

✍️ Reporter: Naresh katua 🗓 18 Nov 2026, 11:40 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજના શરદબાગમાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યો શખ્સ મળતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, સવારે ફરવા આવેલા લોકોએ ઝાડ પર શખ્સને જોયો હતો અને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ભુજ ફાયર શાખાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શખ્સને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ હજુ થઈ નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આસપાસના લોકોમાં ભારે આઘાત જોવા મળ્યો છે. કોઈને ઓળખ હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે
📲Get App