🔥 TRENDING జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અનિલ ગુરુજીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતું સન્માન, ‘પાવાગઢ ગરિમા એવોર્ડ’થી સન્માનિત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 18 Nov 2026, 07:10 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
# અનિલ ગુરુજીની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતું સન્માન, ‘પાવાગઢ ગરિમા એવોર્ડ’થી સન્માનિત

અમે આવ્યા તમારે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત ૫૦થી વધુ બાળકો સાથે આનંદની પળો માણી, શિક્ષણ અને સેવાકાર્ય થકી મેળવી આગવી ઓળખ

શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું અને તેમની પ્રતિભાને ખીલવવી એ પણ શિક્ષકની સાચી સેવા છે. આ ભાવનાને સાર્થક કરતા બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અને રાજ્ય પારિતોષિક તેમજ ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શ્રી અનિલ ગુરુજીએ પોતાની શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે.

વિશ્વ વંદનીય પૂજ્ય મોરારિબાપુની પ્રેરણાથી, શુભેચ્છક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ચિત્રકૂટ વિજેતા શિક્ષકો દ્વારા હાલોલ મુકામે ‘અમે આવ્યા તમારે દ્વાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માંડવી શાળાના ૫૦થી વધુ બાળકોને વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.

બાળકો માટે સ્વાગત ગીત, બાળ અભિનય ગીત, રમતો, વાર્તાઓ, ચિત્રકામ સહિતની અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકો સાથે હળવાશભર્યો સમય વિતાવી તેમને શિક્ષણ આપવાની સાથે યથાશક્તિ ઇનામો આપી અનિલ ગુરુજીએ બાળકોના ચહેરા પર ખુશી અને આનંદની લહેર ફેલાવી હતી.

અનિલ ગુરુજીની શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને સેવાકીય યોગદાનને બિરદાવતાં તેમને ‘પાવાગઢ ગરિમા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય પારિતોષિક અને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત અનિલ ગુરુજીની આ સિદ્ધિ શિક્ષણ જગત માટે ગૌરવ સમાન બની છે.

આ સન્માન બદલ બોરીદ્રા ગામના ગ્રામજનો અને શિક્ષક સમાજ દ્વારા અનિલ ગુરુજીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

**સાચા શિક્ષકની ઓળખ માત્ર વિદ્યાર્થીઓને ભણાવવામાં જ નહીં, પરંતુ સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવનાં બીજ રોપવામાં પણ રહેલી છે.**

બાળકોના શિક્ષણ, સંસ્કાર, આનંદ અને સમાજસેવાને જીવનનું ધ્યેય બનાવનાર અનિલ ગુરુજીની આ પ્રવૃત્તિઓ સાચા અર્થમાં શિક્ષકની સેવાભાવનાનું પ્રતીક બની રહી છે.
📲Get App