🔥 TRENDING 1,152 Gujarat Police Officers Set to P... Gujarat Inaugurates 3D Virtual Museum... Gujarat's new waste-to-energy policy o... Thieves steal Rs 1.25 crore of jewelle... Balaghat Air Hostess Murder Case: Vide... ଭୁବନେଶ୍ୱରରେ ଆଗାମୀ ୩ ଘଣ୍ଟାରେ ବର୍ଷା ଏବଂ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા તાલુકાના છતડીયા હેલીપેડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Nov 2026, 09:45 AM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકાના છતડીયા હેલીપેડ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

સમૂહ ખેતી અને કોટડી પરા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજ્યપાલશ્રીનું આગમન

અમરેલી, તા. ૧૭ નવેમ્બર
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમૂહ ખેતી અને કોટડી પરા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પધારેલા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું રાજુલા તાલુકાના છતડીયા હેલીપેડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, અમરેલી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજુલા-જાફરાબાદના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ કુમાર મૌર્ય, સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ તથા એ.એસ.પી. ધારીશ્રી જયવીર ગઢવી સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું.
📲Get App