🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સંતરામપુરમાં મહિલા શક્તિનો મહાસંગમ, જન જાતીય ગૌરવ સપ્તાહમાં ગુંજ્યું આદિવાસી ગૌરવ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 18 Nov 2026, 04:59 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર,

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે ઉજવાઈ રહેલા જન જાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં બાળ સંરક્ષણ આયોગ ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને પૂર્વ સાંસદ શ્રીમતી રમિલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત વિશાળ માતૃશક્તિને સંબોધતા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજનું યોગદાન અત્યંત ગૌરવપૂર્ણ રહ્યું છે. ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની વયે રાષ્ટ્ર અને સમાજના સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, જેમાંથી આજની યુવા પેઢી અને માતૃશક્તિએ પ્રેરણા લેવી જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘરે ઘરે નળથી જળ, શૌચાલય નિર્માણ, સખી મંડળ અને મહિલા ઉત્કર્ષ યોજના થકી આજે નારીશક્તિ આત્મનિર્ભર અને પગભર બની છે.

પૂર્વ સાંસદ રમિલાબેન બારાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. તેમણે બહેનોને આહ્વાન કર્યું હતું કે તેઓ સરકારની યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડે અને ૨૦૴૭ના વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બને.

આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોરે પણ મહિલા સશક્તિકરણ અને લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમજ મહાનુભાવોના હસ્તે મહિલાઓને વિવિધ યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, નગરપાલિકા પ્રમુખ નિશાબેન મોદી સહિત તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App