🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાવર ઓફ એટર્નીમાં ચેડા કરીને જમીન પચાવી પાડવાના કૌભાંડ અંગે ગુનો દાખલ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 18 Nov 2026, 01:33 AM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડોદરામાં ભાયલી ગામના જીગ્નેશ ભુપેન્દ્રભાઈ પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી સંયુક્ત માલિકીની ભાયલી ગામની જમીનો પૈકી માત્ર બ્લોક નંબર 232 ની જમીન વેચાણ કરવા માટે અગાઉ જીતેન્દ્રભાઈ છોટાભાઈ પટેલને પાવર ઓફ એટર્ન આપી હતી. આ જમીન વેચાઈ ગયા બાદ, જીતેન્દ્રભાઈએ તે અસલ પાવર ખોવાઈ ગયાનું જણાવી રદ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ, તે બાદ જીતેન્દ્રભાઈએ અન્ય આરોપી નયનકુમાર ભગવાનદાસ પટેલ ઉર્ફે મેવડા સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.
આ આરોપીઓએ તે અસલ પાવર ઓફ એટર્નીના પાના નં. 2 માં ચેડાં કરીને મૂળ માલિકોની જાણ બહાર અન્ય તમામ સર્વે નંબરવાળી કિંમતી જમીનો પણ તેમાં ઉમેરી દીધી હતી. આ બનાવટી અને ખોટા પાવરનો ઉપયોગ કરીને સબ-રજિસ્ટ્રાર કચેરી વડોદરા ગ્રામ્ય ખાતે ખોટા બાનાખત અને દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા તેમજ નોટરી સમક્ષ ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા. આરોપીઓએ કિંમતી જમીનો સસ્તા ભાવે પડાવી લઈ મારી સાથે તેમજ અન્ય જમીન માલિકો સાથે વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડી આચરી છે.
આ ગંભીર ગુના અંગે જીતેન્દ્રભાઈ છોટાભાઈ પટેલ અને નયનકુમાર ભગવાનદાસ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
📲Get App