🔥 TRENDING आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... Karnataka Holds 51% Share of India's G...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે આત્મીયતાથી સંવાદ કરી સાદું અને સાત્વિક ભોજન આરોગ્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Nov 2026, 10:13 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું

રાજ્યપાલશ્રીએ પરિવારજનો સાથે આત્મીયતાથી સંવાદ કરી સાદું અને સાત્વિક ભોજન આરોગ્યું


અમરેલી, તા. ૧૭
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજુલા તાલુકાના સમૂહ ખેતી ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાત્રિ સભા પૂર્વે ગામના અનુસૂચિત જાતિ પરિવારના જીવાભાઈ ધાખડાના ઘરે પધારી પરિવારનું ભોજન આતિથ્ય માણ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ધાખડા પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી સંવાદ કર્યો હતો અને પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા. ત્યારબાદ પરિવાર સાથે બેસીને સાદું અને સાત્વિક ભોજન લીધું હતું. આ પ્રસંગે પરિવારની બહેનોએ આત્મીયતાથી તૈયાર કરેલું ભોજન રાજ્યપાલશ્રીએ ભાવપૂર્વક ગ્રહણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીના આ સહજ, સરળ અને આત્મીય વ્યવહારથી ધાખડા પરિવાર આનંદિત અને ભાવવિભોર બન્યો હતો. રાજ્યપાલશ્રીએ અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન કરીને સામાજિક સમરસતા, સમાનતા અને ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધાખડા પરિવારે રાજ્યપાલશ્રી પોતાના આંગણે પધાર્યા અને પરિવાર સાથે ભોજન લીધું તે બદલ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સાવરકુંડલા - લીલીયાના ધારાસભ્યશ્રી મહેશ ભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ કુમાર મૌર્ય, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટર શ્રી હર્ષિતા ગોયલ, એ. એસ. પી શ્રી જયવીર ગઢવી હાજર રહ્યા હતા.
📲Get App