🔥 TRENDING Rajasthan Power Corp to Conduct JE Rec... How to Check Rajasthan 2026 Panchayat... ED Seizes Properties Worth Rs 16 Cr in... स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લીલીયા મોટામાં ગટર કામની ખામીથી ફસાઈ ફોરવ્હીલ કાર, બોલેરો પણ ખાડામાં, સ્થાનિકો ફરિયાદ

✍️ Reporter: Hanif Katiyar 🗓 17 Nov 2026, 08:01 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા મોટાના સ્ટેશન રોડ પર ગટર કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં ફોરવ્હીલ કાર ફસાઈ ગઈ અને બોલેરો પણ ખાડામાં ફસાઈ ગયો, સ્થાનિકો અને બહારગામના વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

લીલીયા મોટાના સ્ટેશન રોડ પર મંડળી નજીક ગટર કામ માટે ખોદવામાં આવેલા મસમોટા ખાડામાં ફોરવ્હીલ કાર ફસાઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે બોલેરો વાહનની મદદ લેવામાં આવી, પરંતુ કમનસીબે બોલેરો પણ ખાડામાં ફસાઈ ગઈ હતી.

ગટર કામના નામે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ યોગ્ય આયોજન અને તકેદારીના અભાવે સ્થાનિક રહીશો સહિત બહારગામથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સારા અને સુવિધાયુક્ત રસ્તાઓને ખોદીને બિસ્માર હાલતમાં મૂકી દેવામાં આવ્યા છે, અનેક સ્થળોએ ખાડાઓ અને અવ્યવસ્થાના કારણે વાહનચાલકો માટે અવરજવર જોખમી બની રહી છે.

ત્યારે સવાલ ઊભો થાય છે કે શું ગટર કોન્ટ્રાક્ટર પોતાની મનમાનીથી કામ કરશે? શું જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? સ્થાનિકો અને વાહનચાલકોની ફરિયાદો વચ્ચે તંત્રની પ્રતિક્રિયા અંગે ચિંતા વધી રહી છે.

જવાબદાર તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી રસ્તાઓનું સમારકામ કરાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે. તંત્ર ક્યારે જાગશે અને લીલીયા મોટાના લોકોને આ મુશ્કેલીમાંથી ક્યારે મુક્તિ મળશે તે અંગે લોકો આશા રાખી રહ્યા છે.
📲Get App