🔥 TRENDING जैकी श्रॉफ और रेखा गुप्ता ने यमुना नदी... मार्क इंस्टीट्यूट ऑफ नर्सिंग में प्रवे... बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા કરોડોની આધુનિક હોસ્પિટલ, પણ મેઈન ગેટનું બોર્ડ જ ઝાડની ડાળીઓમાં ઢંકાયું અજાણ્યા દર્દીઓને હોસ્પિટલ શોધવામાં મુશ્કેલી

✍️ Reporter: Anil Vaghela 🗓 17 Nov 2026, 08:16 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા કરોડોની આધુનિક હોસ્પિટલ, પણ મેઈન ગેટનું બોર્ડ જ ઝાડની ડાળીઓમાં ઢંકાયું અજાણ્યા દર્દીઓને હોસ્પિટલ શોધવામાં મુશ્કેલી

રાજુલા

રાજુલા શહેરમાં આરોગ્ય સેવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હોસ્પિટલ આપવામાં આવી છે. પરંતુ હોસ્પિટલના મેઈન ગેટ પર લગાવેલા બોર્ડ તરફ સ્ટાફ, ડોક્ટરો કે સફાઈ કામદારો કોઈનું ધ્યાન જતું નથી.

હોસ્પિટલના મેઈન ગેટનું અડધું બોર્ડ ઝાડની ડાળીઓથી ઢંકાઈ ગયું છે. બહારથી આવતા અજાણ્યા દર્દીઓને વાંચી શકાય તેમ નથી કે, સરકારી હોસ્પિટલ ક્યાં છે? દર્દીઓ હોસ્પિટલના ગેટ પાસેથી પસાર થઈ જાય છે, પણ બોર્ડ દેખાતું ન હોવાથી તેમને હોસ્પિટલ શોધવામાં ભારે મુશ્કેલી પડે છે.

ઇમરજન્સી સમયે દર્દી માટે એક એક મિનિટ કિંમતી હોય છે ત્યારે આવી નાની બેદરકારી મોટી તકલીફ ઊભી કરી શકે છે.

તંત્રને વિનંતી
હોસ્પિટલ તંત્ર અને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે, તાત્કાલિક મેઈન ગેટના બોર્ડ ઉપરથી ઝાડની ડાળીઓ કાપી બોર્ડ સ્પષ્ટ રીતે દેખાય તેવી વ્યવસ્થા કરવામાં આવે, જેથી બહારગામથી આવતા દર્દીઓને સરળતાથી હોસ્પિટલ મળી રહે.

દેવશીભાઈ બાંભણિયા, રાજુલા
📲Get App