🔥 TRENDING ਹੋਟਲ ਵਿੱਚ ਕਤਲ ਦੇ ਬਾਅਦ ਗੰਜਾ ਲੁਕਾਉਣ ਦੀ ਕ... गोपालगंज पहुंचे राजद सुप्रीमो लालू प्र... ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: અજાણ્યા માનસિક અસ્થિર સ્ત્રીની પરિવાર સાથે સફળ પુનર્મિલન, જાદર પોલીસની પ્રશંસનીય કામગીરી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 07:15 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાદર પોલીસ સ્ટેશનએ હસનપુરા ગામથી લાવવામાં આવેલી અજાણ્યા સ્ત્રીની ઓળખ કરી, તેના પુત્ર સાથે પુનર્મિલન કરાવી અને સુરક્ષિત રીતે ઘરે મોકલ્યા..

સાબરકાંઠાના-:
જાદર પોલીસ સ્ટેશન કાલ મોડી રાત્રે જનરક્ષક 112 દ્વારા હસનપુરા ગામથી માનસિક અસ્થિરતા ધરાવતી અજાણ્યા સ્ત્રીને લાવવામાં આવી. તેણી બોલતી ન હતી, રડી રહી હતી,પોલીસે શાંત કરી અને તેને હિંમતનગરના સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલ્યો.સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે તેણીને તાત્કાલિક સહાયતા આપી અને માનવ સ્ત્રોત તથા મીડિયા દ્વારા તેણીની ઓળખ શોધવામાં આવી.તપાસમાં જાણવા મળ્યું કે તે કોદીબેન હરજીભાઈ વણઝારા, બ્રહ્માણીનગર,ચેહરમાતા મંદિર નજીક,મહેતાપુરા,તા.હિમતનગર, જી.સાબરકાંઠાની રહેવાસી છે.તેણીના પુત્ર મુકેશભાઈ હરજીભાઈ વણઝારા ને સખી વન સ્ટોપ સેન્ટરથી જાદર પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા અને પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું. પુનર્મિલન પછી પોલીસે તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા..

આ સફળ પુનર્મિલનમાં જાદર પોલીસ સ્ટેશનના પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એચ.જે.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર જાદર પોલીસ સ્ટેશન,રોહીતકુમાર મનુભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઇ નાનજીભાઈ કામગીરીનું યોગદાન હતું.
📲Get App