🔥 TRENDING CBI Nabs Haryana GST Officer for Rs 10... Pro Hockey League 2026 kicks off today... Punjab National Bank Shares Reach Fres... Punjab Chemicals shares plunge to 52-w... Assam Evicted Families Hit by Bulldoze... Assam Chosen as Partner State for Vibr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પંચમહાલમાં આમ આદમી પાર્ટીનું નવું શક્તિ કેન્દ્ર ખુલ્યું, ગોધરામાં નવા વર્ષના સ્નેહમિલનમાં સંગઠનને મળ્યો નવો જુસ્સો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 17 Nov 2026, 03:41 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર મિત્રો.

પંચમહાલ જિલ્લા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો.

આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ સાથે જ ગોધરા વિધાનસભાના નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી બાબુભાઈ ડામોર. લોકસભા પ્રમુખ. નરેન્દ્ર પરમાર, લોકસભા સંગઠન મંત્રી. દલસુખભાઈ બામણીયા અને પંચમહાલ જિલ્લા પ્રમુખ. પ્રવીણ રાઠવાએ ઉપસ્થિત રહીને કાર્યકરોને વિશેષ માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે ગોધરા શહેર ટીમ, ગોધરા તાલુકા પ્રમુખ, શહેરા વિધાનસભા મંત્રી, સંગઠન મંત્રી, કાલોલ સંગઠન મંત્રી સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નવા વર્ષના સ્નેહમિલનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

પંચમહાલ જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટનથી કાર્યકરોને વધુ સારું કામ કરવા માટે નવી પ્રેરણા મળશે.

ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
📲Get App