🔥 TRENDING आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... Karnataka Holds 51% Share of India's G...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોટા સોનેલામાં ગુંજ્યો જનજાતીય ગૌરવનો નાદ - પ્રબુદ્ધ નાગરિક સંમેલન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 17 Nov 2026, 01:24 AM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ગામે આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી થઈ. ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ચાલી રહેલા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું.


આ સંમેલનની અધ્યક્ષતા રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ કરી હતી.

સંમેલનમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૧થી દેશભરમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે, જેથી આવનારી પેઢી આ મહાન ક્રાંતિકારીના બલિદાન અને સંઘર્ષને હંમેશા યાદ રાખે.

તેમણે કહ્યું કે, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે સરકાર સતત કટિબદ્ધ છે. આજે ગામેગામ પાકા રસ્તાઓ, આધુનિક દવાખાનાઓ, સ્માર્ટ ક્લાસ ધરાવતી શાળાઓ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોની સુવિધા ઉપલબ્ધ બની છે.

કોરોના મહામારીના કપરા સમયમાં વિનામૂલ્યે વેક્સિન અને આજદિન સુધી ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. સાથે જ માનગઢ ધામના વિકાસ અને શહીદ ગુરુ ગોવિંદજીની સ્મૃતિઓને ઉજાગર કરવાના ઐતિહાસિક કાર્યને પણ તેમણે યાદ કર્યું.


મંત્રીશ્રીએ સંમેલનનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યું કે, ગામના વરિષ્ઠ નાગરિકો, નિવૃત્ત શિક્ષકો, વડીલો અને બહેનો જ સમાજના સાચા આગેવાન છે. સમાજ સુધારણા, શિક્ષણનો વ્યાપ વધારવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં પ્રબુદ્ધ નાગરિકોનું માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જૂની પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા પર પણ ભાર મૂક્યો.


મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની નવી તકો ઊભી થઈ છે. તેમણે બિરસા મુંડા યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વનબંધુ કલ્યાણ યોજના, શબરી હાટ, જોહર કાફે અને આશા બહેનોની કામગીરીનો ખાસ ઉલ્લેખ કર્યો.

સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોરે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.



આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, નિવાસી અધિક કલેકટર શ્રી સી. વી. લટા, અગ્રણી શ્રી દશરથભાઈ બારીયા સહિત જિલ્લાના વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તો આ હતી મોટા સોનેલાથી જનજાતીય ગૌરવ સપ્તાહની વિશેષ ઝલક. આવી જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો.
📲Get App