🔥 TRENDING তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... UP Congress In‑Charge Says SP Alliance... Taj Mahal Urs Committee Demands Action... Woman and Two Daughters Perish in Hous... Sikkim to Host 3rd All‑India Judges Ba... जैसलमेर में विधायक महंत प्रतापपुरी महा...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત રાજપીપલામાં ગ્રામ્ય રમતોત્સવ યોજાયો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 17 Nov 2026, 02:23 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ–૨૦૨૬ નિમિત્તે નાંદોદ વિધાનસભા વિસ્તારનો ગ્રામીણ રમતોત્સવ યોજાયો હતો.

ધાબા ગ્રાઉન્ડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી સ્પર્ધામાં નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તીરંદાજી, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ, દોરડા ખેંચ, લીંબુ-ચમચી અને કોથળા દોડ જેવી રમતોમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા કરાવવામાં આવ્યો હતો.

આ આયોજનથી ગ્રામ્ય વિસ્તારની રમતપ્રતિભાઓને પ્રોત્સાહન મળવાની સાથે પરંપરાગત દેશી રમતોને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
📲Get App