🔥 ट्रेंडिंग कनाडा के प्रधानमंत्री मार्क कार्नी ने... बांग्लादेश के पीएम ने शेख हैसिना पर वि... मोदी ने GTA 6 के जोश से ‘न्यू इंडिया’... डेक्कन हरबर्ड का संपादकीय: राजनीतिक अस... तमिल थ्रिलर ‘ड्रोनस’ 20 नवम्बर 2026 को... ‘Mr Bhaarath’ का थियेटर रिलीज़ 11 दिसं...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદામાં ૭૨ કલાક રોકાશે નાયબ મુખ્યમંત્રી! ડેડિયાપાડા, સાગબારા અને ચિકદામાં પ્રજાના પ્રશ્નો સાંભળશે

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 16 नव. 2026, 12:36 PM 👁 55
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી આગામી તા. ૧૮થી ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન નર્મદા જિલ્લાની સંભવિત ૭૨ કલાકની મુલાકાતે પધારનાર છે. આ દરમિયાન તેઓ ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળશે.
આ મુલાકાતની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન અધિક નિવાસી કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડે પીપીટીના માધ્યમથી ત્રણ દિવસના સંભવિત પ્રવાસ કાર્યક્રમની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને વીજળી, રસ્તા, પાણી, જાહેર પુરવઠો, સિંચાઈ, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ સહિતનાં વિવિધ જનસુવિધા અને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરશે.
જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘે સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓને જરૂરી તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા, તમામ વ્યવસ્થાઓ સુચારુ રાખવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણ તડવી, પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, પ્રાયોજના વહીવટદાર શ્રી આમોલ આવટે, નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, ડેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જૂહી પાંડે સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App