🔥 TRENDING Security Forces Uncover Maoist Arms Ca... Chhattisgarh Declared Naxal-Free, Open... Chhattisgarh Admin Promotes Senior IAS... SGPC President Election: Sukhbir Badal... BJP's Yatra Strategy Faces Scrutiny Ov... Bridge Collapses in Punjab Two Years A...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં ફોરેસ્ટ કોલોની પાસે મહાકાળી માતાના મંદિરે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ

✍️ Reporter: Anil Vaghela 🗓 16 Nov 2026, 08:38 PM 👁 57
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં ફોરેસ્ટ કોલોની પાસે મહાકાળી માતાના મંદિરે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ તારીખ 20/11/2026

રાજુલા શહેરમાં ફોરેસ્ટ કોલોનીની બાજુમાં મહાકાળી માતાના મંદિરે શ્રી ભગવત તુલસી વૃંદાના શુભ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

સંવત 2083 ના કારતક સુદ અગિયારસ શુક્રવાર તારીખ 20/11/2026 ના શુભ દિવસે ભગવાન બ્રહ્માજી એ નક્કી કરેલ શ્રી ઠાકોરજી સાથે તુલસી માતાના લગ્ન પ્રસંગનું ભવ્ય આયોજન કરેલ છે.

આ પાવન ધાર્મિક ઉત્સવમાં તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ અને વડીલોને સહિયારો ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

કાર્યક્રમની વિગત

ઠાકોરજીની જાન ગામ અંબાડા મુકામેથી શ્રી ગોબરભાઈ સોંડાભાઈ સિંધવ ગામ અંબાડા થી જાન રાજુલા મહાકાળી માતાના મંદિરે પધારશે

કન્યાદાન માતા વૃંદાનું કન્યાદાન દિપકભાઈ કનુભાઈ પરમાર મહુવા વાળા દ્વારા કરવામાં આવશે

મહાપ્રસાદ ફરાળ સાંજે 7:15 કલાકે

શુભ સ્થળ ફોરેસ્ટ કોલોની કપની બાજુમાં મહાકાળી માતાનું મંદિર રાજુલા

આયોજક શ્રી શંભુ ભગત
અશ્વિનભાઈ શંભુભાઈ પરમાર
મુકેશભાઈ શંભુભાઈ પરમાર

આમંત્રિત મહેમાનો
આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી રાજુલાજાફરાબાદખાંભા માજી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, નગરપાલિકા પ્રમુખ શ્રી મયુરદાદા દવે રણછોડભાઈ મકવાણા, કનુભાઈ છગનભાઈ ગોહિલ પી.એ. રવજીભાઈ સવજીભાઈ પરમાર, નરસિંહ ભગત પાનવાળા, અરવિંદભાઈ જેઠવા અમદાવાદ, બટુકભાઈ જાદવભાઈ વેગડ જૂની બારપટોળી, દેવશીભાઈ બાંભણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તો સર્વ ધર્મપ્રેમી ભક્તજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

જય માતાજી જય તુલસી માં
📲Get App