🔥 TRENDING Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળામાં ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 16 Nov 2026, 08:16 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજપીપળામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, જળ, જમીન અને જંગલના સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર ભગવાન બિરસા મુંડાના વિચારો, સંઘર્ષ અને આદર્શોને જનજન સુધી પહોંચાડવા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ તેમણે વિકાસની સાથે આપણી વિરાસત અને સંસ્કૃતિને પણ જાળવી રાખવા અપીલ કરી હતી.

જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પનો ઉલ્લેખ કરી સૌને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અને મહાનુભાવોના આદર્શોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આમ, ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ, આદિવાસી સમાજના ગૌરવ અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપતા આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
📲Get App