🔥 TRENDING Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr... Sarkari school hua chhori Swami Aseemanand’s radical service to...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જાફરાબાદને મળી જનસુવિધાઓની નવી ભેટ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Nov 2026, 12:12 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અનેક મહાનુભાવો હાજર રહ્યા

જાફરાબાદને મળી જનસુવિધાઓની નવી ભેટ : ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
જાફરાબાદ ખાતે આગેવાનો, શહેરીજનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ત્રણ મહત્વપૂર્ણ લોકઉપયોગી સુવિધાઓ જનતાને સમર્પિત કરાઈ.

જાફરાબાદ ખાતે જનસુવિધા અને લોકકલ્યાણને પ્રાધાન્ય આપતાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે જનહિતનાં કાર્યોમાં સહભાગી બનીને જનતાની સુખાકારી માટે નવી સુવિધાઓ અર્પણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે મુખ્યત્વે ત્રણ મહત્વપૂર્ણ લોકઉપયોગી સુવિધાઓ જનતાને સમર્પિત કરવામાં આવી હતી.

૧. મોક્ષરથનું લોકાર્પણ : વ્યક્તિની અંતિમ યાત્રા સમયે પરિવારજનોને સુવિધા મળી રહે અને મુશ્કેલીના સમયે મદદરૂપ થઈ શકાય તેવા માનવતાભર્યા હેતુથી મોક્ષરથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
૨. ચાર એમ્બ્યુલન્સનું લોકાર્પણ : વિસ્તારની આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને અને કટોકટીના સમયે નાગરિકોને સમયસર તબીબી સહાય મળી રહે તેવા હેતુથી DMF ગ્રાન્ટમાંથી ચાર અલગ-અલગ વિસ્તારો માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
૩. નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત : યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે, તેમની પ્રતિભા અને કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ મળે તેમજ રમતગમત ક્ષેત્રે આગળ વધવાની તક પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચેતનભાઈ શિયાળ, પ્રફુલભાઈ બારૈયા, નીરવભાઈ ઠાકર, હર્ષદભાઈ મહેતા, કરશનભાઈ ભીલ સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વેપારી અગ્રણીઓ તેમજ જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જનસુવિધા, આરોગ્ય, સામાજિક સેવા અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને પ્રાધાન્ય આપતાં વિકાસકાર્યો થકી જાફરાબાદ વિસ્તારને વધુ સુવિધાસભર અને સમૃદ્ધ બનાવવાનો અમારો સંકલ્પ છે.
📲Get App