🔥 TRENDING కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

આદિવાસી સમાજના ગૌરવ, શૌર્ય, સ્વાભિમાન અને બલિદાનના પ્રતીક એવા મહાન સ્વાતંત્ર્ય સેનાની, ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 15 Nov 2026, 09:42 PM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અદમ્ય સાહસ, અતૂટ રાષ્ટ્રપ્રેમ અને આદિવાસી સમાજના હક તથા અધિકારો માટે આપેલા અમૂલ્ય બલિદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આદિવાસી સમાજના ગૌરવ, શૌર્ય, સ્વાભિમાન અને બલિદાનના પ્રતીક એવા મહાન સ્વાતંત્ર્ય સેનાની, ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ઉજવાતા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ના પાવન અવસરે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તથા પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એ.પી.એમ.સી., પાટણ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના પુષ્પાંજલિ અને ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અદમ્ય સાહસ, અતૂટ રાષ્ટ્રપ્રેમ અને આદિવાસી સમાજના હક તથા અધિકારો માટે આપેલા અમૂલ્ય બલિદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે જ ઉપસ્થિત સમાજના આગેવાનો, મહાનુભાવો અને નાગરિકો સાથે જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને સર્વાંગી વિકાસ અંગે વિચારવિમર્શ કર્યો.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં તથા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજના શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સશક્તીકરણ અને સર્વાંગી ઉત્થાન માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સમાજના અંતિમ છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવાના સંકલ્પ સાથે સરકાર સતત કાર્યરત છે.

જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર ભગવાન બિરસા મુંડાજીનું જીવન આપણને સ્વાભિમાન, સંઘર્ષ, એકતા અને રાષ્ટ્રસેવાની અવિરત પ્રેરણા આપે છે. તેમના આદર્શોને આત્મસાત કરી જનજાતીય સમાજના સન્માન, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ, એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

જય જોહાર! જય આદિવાસી! જય હિન્દ! 🇮🇳🏹

આ કાર્યક્રમમાં શ્રી સંજયભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રીમતી ચંદ્રિકાબેન, શ્રી વિપુલભાઈ રાણા, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી બાબુજી ઠાકોર, શ્રી વિરજીભાઈ, શ્રી હર્ષભાઈ પટેલ, શ્રી સી.એલ પટેલ, શ્રી મેહુલભાઈ, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા વહીવટી તંત્ર, પત્રકાર મિત્રો તેમજ સંગઠનના હોદ્દેદારો અને આદિવાસી સમાજના આગેવાનો ભાઈ ઓ,અને બહેનો,ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભદ્રેશકુમાર સોલંકી ખેડા ફાગવેલ
📲Get App