🔥 TRENDING Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig... Four dead, three injured in head‑on ca... Lawyers Block Katni Municipal Main Gat... जैकी श्रॉफ और रेखा गुप्ता ने यमुना नदी...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તાંત્રિક વિદ્યા અને પૈસાની લાલચ આપતા ઠગોથી સાવધાન રહેવા વિરમગામ ગ્રામ્ય પોલીસની જાહેર અપીલ

✍️ Reporter: Gilani Asikali 🗓 15 Nov 2026, 01:45 PM 👁 171
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લોકોને વિશ્વાસમાં લઈ રોકડ રૂપિયા અને ઘરેણાં પડાવી લેતી ટોળકીથી સાવચેત રહેવા પોલીસની અપીલ
વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તાંત્રિક વિદ્યા, મેલીવિદ્યા અને પૈસાની લાલચ આપીને લોકોને છેતરતા શખ્સોથી સાવધાન રહેવું.પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક શખ્સો લોકોને વિશ્વાસમાં લઈ તેમના ઘરમાં ખાડો ખોદાવી રોકડ રૂપિયા ભરેલું પોટલું દાટવાની લાલચ આપે છે. ત્યારબાદ નાની છોકરીની રમવાની નાની મોટી વસ્તુઓ અથવા અન્ય સામગ્રીનો ઉપયોગ કરી લોકોને ભ્રમિત કરવામાં આવે છે.
આ શખ્સો પરિવારના સભ્યોને ડરાવી-ધમકાવી કહે છે કે તેમની વાત નહીં માનો તો ભગવાનનો પ્રકોપ ઉતરશે અને ઘરમાં કોઈનું મૃત્યુ થઈ શકે છે. આવી રીતે લોકોને ભયભીત કરીને તેમની પાસેથી રૂપિયા અને ઘરેણાં પડાવવામાં આવતા હોવાની પોલીસને માહિતી મળી છે.
આ ટોળકી દ્વારા તાંત્રિક વિધિના નામે લોકોને વિશ્વાસમાં લઈ પાણી ભરેલા ઘડામાં રોકડ રકમ મૂકાવવી, કાગળ પર નામ અને રકમ લખાવવી તેમજ વિવિધ વિધિઓના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની વિગતો જાહેર અપીલમાં જણાવવામાં આવી છે.
વિરમગામ ગ્રામ્ય પોલીસે લોકોને અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે થતી આવી છેતરપિંડીથી દૂર રહેવા તથા અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં નહીં આવવા અપીલ કરી છે. શંકાસ્પદ વ્યક્તિઓ અંગે પોલીસની જાહેર અપીલમાં નીચેના નામો દર્શાવવામાં આવ્યા છે:
વસીમ લાવરા રહેવાસી. આદમિયાણાનો ટેકરો, વિરમગામ.
બાપુ ઉર્ફે યુનુસમિયા બીમામિયા ચૌહાણ રહેવાસી. ગીલીસણા, મહેસાણા.
આયારભાઈ અલીભાઈ સીધી રહેવાસી. મહેસાણા.
જો આપના કોઈ પરિચિત વ્યક્તિ આવી છેતરપિંડીનો ભોગ બન્યા હોય અથવા આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી હોય તો તાત્કાલિક વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય, ગુજરાત રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App