🔥 TRENDING West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui... Bihar Launches New Police Data Centre,...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 14 Nov 2026, 01:44 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ અંતર્ગત તા. ૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નાંદોદ તાલુકામાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
આ અભિયાનમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવોએ રાજપીપળા ખાતે મહાત્મા ગાંધીજી, ભીલરાજા, ડો. બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓની સાફ-સફાઈ કરી પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવોને સન્માન આપવા અને સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા આ અભિયાન યોજાયું છે.
અભિયાનમાં કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
📲Get App