🔥 ट्रेंडिंग फ्लैटोनिया में फिल्म निर्माण शुरू, फेय... टोंगसम पर्यटन महोत्सव ने दाराप को वेलन... सिक्किम ने राष्ट्रीय शक्ति उभार प्रतिय... सिक्किम के गवर्नर ने पाक्यॉंग जिले में... 20 नवंबर 2026 को बंगाल बनाम मिज़ोरम –... 17 मिज़ोरम कंपनियों को मिली हरित प्रमा...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરના નવો બજાર અને ગાંધી રોડના વેપારીઓએ લાભપાંચમના મુહૂર્તે કર્યો વેપાર-ધંધાનો શ્રીગણેશ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 14 नव. 2026, 01:52 PM 👁 88
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં લાભપાંચમના શુભ મુહૂર્તે નવો બજાર અને ગાંધી રોડના વેપારીઓએ ભગવાન લક્ષ્મીજીની પૂજા કરી નવા વર્ષના વેપાર-ધંધાનો પ્રારંભ કર્યો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં નવા વર્ષના પ્રારંભ સાથે જ બજારોમાં વેપાર-ધંધાની નવી શરૂઆત થઈ છે. લાભપાંચમના પવિત્ર દિવસે નવો બજાર અને ગાંધી રોડ વિસ્તારના વેપારીઓએ શુભ મુહૂર્તમાં ભગવાન લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરી નવા વર્ષના વેપાર-ધંધાના શ્રીગણેશ કર્યા હતા.દિવાળીના વેકેશન બાદ વહેલી સવારે 8:15 કલાકે શુભ મુહૂર્તમાં વેપારીઓએ દુકાનો ખોલી સાથિયા અને ત્રિશૂળ દોરી પરંપરાગત રીતે પૂજન કર્યું હતું..

આ પ્રસંગે વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા વર્ષમાં વેપાર-ધંધામાં બરકત આવે, રોજગારમાં વૃદ્ધિ થાય અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ગત દિવાળીના પર્વ દરમિયાન નવો બજાર અને ગાંધી રોડ વિસ્તારમાં કરવામાં આવેલા આકર્ષક સુશોભનને શહેરીજનોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. સુશોભન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા,જ્યારે સોશિયલ મીડિયા પર પણ રીલ્સ અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા..

જેના પગલે બજારમાં લોકોની અવરજવર વધી હતી અને વેપારીઓને સારો વેપાર મળ્યો હતો.લાભપાંચમના દિવસે વેપારીઓએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી આવનારું વર્ષ સૌના માટે સુખદાયી અને લાભદાયી બને તથા હિંમતનગરના બજારો સતત ધમધમતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
📲Get App