🔥 TRENDING विष्णु धाम महोत्सव की तैयारियों का डीए... गुरवा चौक में बिना नंबर प्लेट गाड़ी से... তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... UP Congress In‑Charge Says SP Alliance... Taj Mahal Urs Committee Demands Action... Woman and Two Daughters Perish in Hous...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઝાલોદમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ કાર્યક્રમ

✍️ Reporter: Pankaj Pandit 🗓 14 Nov 2026, 01:07 PM 👁 73
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝાલોદમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની આસપાસ સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 12 થી 18 નવેમ્બર, 2026 દરમિયાન રાજ્યવ્યાપી ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાલોદમાં ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાની અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

પ્રતિમા આસપાસ ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકર્તાઓએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું, ત્યારબાદ ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી.

આ ઉપરાંત ઝાલોદના આંબેડકર ચોક, સરદાર પટેલ ચોક અને ઝાલા વસૈયા ચોક ખાતે પણ પુષ્પાંજલિ કાર્યક્રમો યોજાયા, જ્યાં મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને દેશપ્રેમને યાદ કર્યું.

પ્રોગ્રામમાં ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ગુજરાત પ્રદેશ એસ.સી. મોરચાના મંત્રી ભરત શ્રીમાળી, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જાગૃતિ કેળવવાનો હતો.
📲Get App