🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં દિવાળી દરમિયાન કચરા ડમ્પિંગ સાઇટ પર આગ, નગરપાલિકા અને ફાયર વિભાગે નિયંત્રણ મેળવ્યું..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 14 Nov 2026, 05:58 PM 👁 136
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી ઉત્સવ દરમ્યાન હિંમતનગર નગરપાલિકાની કચરા નિકાલ ડમ્પિંગ સાઇટમાં આગ લાગી, જેના કારણે ધુમાડો ફેલાયો; આરોગ્ય અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી આગ નિર્વાત કરી અને ધુમાડાની અસર ઘટાડવામાં આવી..

સાબરકાંઠામાં-:
દિવાળી પર્વ દરમિયાન હિંમતનગર નગરપાલિકાની કચરા નિકાલ ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ લાગી,જેના કારણે આસપાસના વિસ્તારો અને જાહેર માર્ગો પર ભારે ધુમાડો ફેલાયો.આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નગરપાલિકા આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગે તાત્કાલિક સંયુક્ત કાર્યવાહી શરૂ કરી.નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના સિટી મેનેજર તેજસ પટેલ,ફાયર બ્રિગેડ અધિકારી મયંક પટેલ અને તેમની ટીમે આગને કાબૂમાં લેવા અને ધુમાડાની અસર ઘટાડવા માટે યોગ્ય પગલાં લીધા..

આગને નિયંત્રિત કરવા માટે પાણી અને રાસાયણિક દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવ્યો અને ધુમાડાની અસરથી બચવા માટે જાહેર માર્ગો પર તાત્કાલિક માર્ગબંધ અને ચેતવણી સૂચનાઓ લગાવવામાં આવી.આ કામગીરી દરમિયાન નગરજનોની સુરક્ષા અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી.નગરપાલિકા દ્વારા તાત્કાલિક આરોગ્ય તપાસ અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ માટે તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી.હિંમતનગર નગરપાલિકા એ જાહેર આરોગ્ય અને સલામતી માટેની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ પુષ્ટિ કરી અને આગ જેવી આપત્તિઓમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવાની પોતાની ક્ષમતા દર્શાવી.
📲Get App