🔥 ट्रेंडिंग पाकिस्तानी आदमी ने ऑटो‑रिक्शा में महिल... मनोरमा न्यूज़ ने 19 नवंबर 2026 को 9:30... चंद्रपुर पुलिस ने 54 संगठित अपराधियों... Sarkari school hua chhori Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત હિંમતનગરની વિધાનગરી કોલેજ ખાતે મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યુવા સભા યોજાઈ*

✍️ रिपोर्टर: Alpeshkumar Amruthbai Patel 🗓 13 नव. 2026, 02:52 PM 👁 85
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને ક્રાંતિવીરોના બલિદાનને યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ*

*જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત હિંમતનગરની વિધાનગરી કોલેજ ખાતે મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યુવા સભા યોજાઈ*

*આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને ક્રાંતિવીરોના બલિદાનને યુવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ*

*વનબંધુ કલ્યાણ યોજના અને વનબંધુ કલ્યાણ યોજના-૨ થકી જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા*

સાબરકાંઠા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરની વિધાનગરી કોલેજ ખાતે વન પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને દેશની આઝાદીની લડતમાં જનજાતીય સમાજના મહાન ક્રાંતિવીરોના યોગદાનથી યુવા પેઢીને પરિચિત કરાવવાનો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ યુવાનોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, જનજાતીય સમાજનો ઇતિહાસ શૌર્ય, સાહસ, સંઘર્ષ અને બલિદાનની ગૌરવગાથાથી ભરેલો છે. સાબરકાંઠા જિલ્લાના પાલ-દઢવાવ ખાતે થયેલો ગોઝારો હત્યાકાંડ આદિવાસી સમાજના સંઘર્ષ અને બલિદાનની ઐતિહાસિક સાક્ષી છે. આવા ઐતિહાસિક પ્રસંગો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવા જરૂરી છે. ભગવાન બિરસા મુંડા જેવા મહાન ક્રાંતિવીરોએ સમાજના સ્વાભિમાન, અધિકારો અને અસ્મિતા માટે સંઘર્ષ કરીને દેશના ઇતિહાસમાં અમીટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં વનબંધુ કલ્યાણ યોજના-૨ની શરૂઆત કરીને જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ. ૨ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમાજના લોકો સુધી રોજગારી, શિક્ષણ, આરોગ્ય અને સુખાકારીની સુવિધાઓ પહોંચાડવાનો છે.

મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી સીધી શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવે છે, જેથી શિક્ષણ મેળવવામાં આર્થિક મુશ્કેલી અવરોધરૂપ ન બને. જનજાતીય વિસ્તારના યુવાનોને શિક્ષણની સાથે રોજગારી અને કૌશલ્ય વિકાસની વધુ તકો ઉપલબ્ધ થાય તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે યુવાનોને આહવાન કર્યું હતું કે, તેઓ પોતાના ગૌરવશાળી વારસાને ઓળખે, શિક્ષણ અને કૌશલ્યને જીવનનો આધાર બનાવે અને સમાજના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવે. આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિ, પરંપરા, પ્રકૃતિ સાથેનું જોડાણ અને જીવનમૂલ્યોનું જતન કરવું એ સૌની સામૂહિક જવાબદારી છે.


આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ જણાવ્યું હતું કે, જનજાતીય વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા, ગુણવત્તાયુક્ત રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગારી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સરકારની પ્રાથમિકતા છે. આદિમ જૂથોના વિકાસ માટે ખાસ બજેટ અને વિશેષ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે ખેતી અને પશુપાલન ક્ષેત્રે પણ આદિવાસી પરિવારોને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જી, નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓ સહિત વિવિધ શૈક્ષણિક તકો અંગે જાગૃતિ લાવી યુવાનોને આગળ વધારવા જરૂરી છે.

યુવા સભા દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવાનોને જનજાતીય ગૌરવ, સામાજિક જાગૃતિ, શિક્ષણનું મહત્ત્વ, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમો યુવાનોમાં પોતાના ઇતિહાસ અને વારસા પ્રત્યે ગૌરવની ભાવના જગાડવાની સાથે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરે છે.


આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, શ્રી બિપિન ઓઝા, કુલદીપ પાઠક, વિજયભાઈ વણકર સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કોલેજના પ્રાધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અલ્પેશ પટેલ વડાલી
📲Get App