🔥 ट्रेंडिंग झारखंड सरकार ने 44 भर्ती परीक्षाओं को... झारखंड में वेतन न मिलने के कारण एम्बुल... विरेंद्र सहवाग ने एमएस धोनी के रिटायरम... पाकिस्तानी आदमी ने ऑटो‑रिक्शा में महिल... मनोरमा न्यूज़ ने 19 नवंबर 2026 को 9:30... चंद्रपुर पुलिस ने 54 संगठित अपराधियों...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત સરકારના ડેલીગેશને અઠવાડિયા સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ, રોકાણ માટેની પ્રમોશન એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ અને ઊર્જા કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 13 नव. 2026, 09:34 AM 👁 52
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027; ગુજરાત સરકારના ઉચ્ચ-સ્તરીય ડેલીગેશને તા. 25થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ખાતેનું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું, મુખ્ય ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બની...

🔹 આ મિશનમાં ફાઇનાન્સ, ઊર્જા, લોજિસ્ટિક્સ, બંદરો (પોર્ટ્સ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, બાયોટેકનોલોજી, શિક્ષણ, શહેરી વિકાસ, રિટેલ અને અદ્યતન ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા, જેના પરિણામે ગુજરાતમાં સંભવિત રોકાણ અને સહયોગની મજબૂત તકો ઊભી થઈ...

🔹 આ પ્રવાસ દરમિયાન વૈશ્વિક રોકાણ, વેપાર, નવીનતા (ઇનોવેશન), મેન્યુફેક્ચરિંગ અને નાણાંકીય સેવાઓ માટે પસંદગીના સ્થળ તરીકે ગુજરાતમાં રહેલી તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું; આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે ત્રણેય દેશોમાં વસતા ગુજરાતી સમુદાય (ડાયસ્પોરા)ની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી...

🔹 ગુજરાત સરકારના ડેલીગેશને અઠવાડિયા સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન ત્રણેય દેશોના સોવરેન વેલ્થ ફંડ્સ, રોકાણ માટેની પ્રમોશન એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ અને ઊર્જા કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી...
📲Get App