🔥 TRENDING बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig... Four dead, three injured in head‑on ca...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આરેણા ગામના યુવાને રસ્તેથી મળેલી રોકડ રકમ અને ડોક્યુમેન્ટસ મૂળ માલીકનો કોન્ટેક કરી પરત કર્યા

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 13 Nov 2026, 09:16 PM 👁 120
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરેણા ગામના યુવાને રસ્તેથી મળેલી રોકડ રકમ અને ડોક્યુમેન્ટસ મૂળ માલીકનો કોન્ટેક કરી પરત કર્યા

આરેણા ગામ ના રેગ્યુલર રક્ત દાતા તેમજ પર્યાવરણ, પક્ષી સારવાર અને ચક્ષુદાનની સેવા પ્રવૃતિમા દિલથી જોડાયેલા કેતનભાઈ લાખાભાઈ ભાદરકા ને કોઈની અમુલ્ય વસ્તુ રસ્તે થી મળતા મુળ માલીક ને શોધી પરત કરી છે.

તા.૯/૧૧/૨૬ ના રોજ કેતનભાઈ ભાદરકા પી.જી.વી.સી.એલ માં નોકરી માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તે થી એક પાકીટ મળ્યું. પાકીટમાં *ચાર એટીએમ કાર્ડ,આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ,પાન કાર્ડ, ચુંટણી કાર્ડ સાથેના ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે રોકડ રુપિયા* સામેલ હતા.

આ અમાનત લઈને નોકરી સ્થળે જઈ પ્રથમ નાથાભાઈ નંદાણીયા ને ફોનથી જાણ કરી કે આટલી વસ્તુ રસ્તે થી મેંદરડા બાજુથી મળ્યું છે અને આધારકાર્ડમા મેંદરડા તાલુકાના સમઢીયારા ગામના હર્ષગિરી મેઘનાથીનું નામ સરનામું આધારકાર્ડ છે. એટલે નાથાભાઈ નંદાણીયા દ્વારા ફોન થી મેંદરડા ખાખી મઢીના મહંત ૧૦૦૮ મહા મંડલેશ્વર સુખરામબાપુ નો સંપર્ક કરેલ અને વિગત જણાવેલ એટલે સુખરામ બાપુ દ્વારા સેવકગણ ના માધ્યમ થી મુળ માલીક હર્ષ ગિરી મેઘનાથી નો સંપર્ક કરી ને આ એમના કિંમતી ડોક્યુમેન્ટ સાથે રોકડ રુપિયા સલામત છે આરેણા કેતન ભાઈ ભાદરકા પાસે છે હાલ બે દિવસ ની રજા પુર્ણ કરી આરેણા થી વિસાવદર જાશે ત્યારે ૧૨ કે ૧૩ તારીખે પુજ્ય સુખરામ બાપુના માધ્યમથી જે હર્ષ ગિરી મેઘનાથી ને એમની કિંમતી અમાનત સુપ્રત કરવામાં આવી છે.

આવા નવ યુવાનો જે કેતનભાઈ ભાદરકા જેવી રક્ત દાન,ગૌ સેવા, પશુ પક્ષીઓની સેવા સાથે આવી કિંમતી અમાનત મુળ માલીક ને સુપરત કરી ને એક ઉત્તમ સંસ્કાર અને માનવતા નું ઉદાહરણ પુરું પાડ્યું છે.

ખાખી મઢી ના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ પુજ્ય સુખરામબાપુ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતી કેતનભાઈ ભાદરકાને આશિર્વાદ આપી જીવન મા ખુબ પ્રગતિ કરો ને આવી જ માનવ કલ્યાણ અર્થે સેવા કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા આપી છે.
📲Get App