🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લામાં ૨૨ નવેમ્બરથી ત્રણ દિવસીય પલ્સ પોલિયો અભિયાન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 13 Nov 2026, 01:17 PM 👁 105
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં ૨૨ નવેમ્બરથી ત્રણ દિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન યોજાવા જઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦થી ૫ વર્ષની વયજૂથના ૫૬ હજાર ૭૧૭થી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનની પૂર્વતૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં રસીકરણની તૈયારીઓ અને આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ અભિયાન માટે સમગ્ર જિલ્લામાં ૨૨૭ રસીકરણ બુથ કાર્યરત કરવામાં આવશે. જ્યારે ૫૯ મોબાઈલ ટીમો દ્વારા અંતરિયાળ અને હાઈ-રિસ્ક વિસ્તારોમાં રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત, જિલ્લાના ૧ લાખ ૩૩ હજાર ૭૯૧થી વધુ ઘરોને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અભિયાનના પ્રથમ દિવસે એટલે કે ૨૨ નવેમ્બરના રોજ નિર્ધારિત રસીકરણ બુથ પર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. જ્યારે ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને રસીકરણ કરશે.

મુસાફરી કરતા પરિવારોનાં બાળકો રસીથી વંચિત ન રહે તે માટે રાજપીપળા બસ ડેપો અને એકતાનગર રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ટ્રાન્ઝિટ ટીમો પણ તૈનાત કરવામાં આવશે.

બેઠક દરમિયાન જિલ્લા કલેકટર ગંગા સિંઘે સૂચના આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના ૦થી ૫ વર્ષની વયનું એકપણ બાળક પોલિયોના ટીપાં પીવાથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવે.

તો વાલીઓને પણ અપીલ છે કે, ૨૨થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારા આ અભિયાનમાં પોતાના પાંચ વર્ષ સુધીનાં બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવે.

યાદ રાખો... બે ટીપાં જિંદગીનાં!
📲Get App