🔥 TRENDING Jharkhand Government Publishes List of... Jharkhand ambulance services suspended... Virender Sehwag Supports MS Dhoni’s Re... Pakistani Man Disguises as Woman in Au... Manorama News airs Speed News at 9:30 ... Chandrapur Police Bust 54 Organized Cr...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પાલનપુરની સ્થાનિક ક્રાઈમ બ્રાંચે મેફેડ્રોન તસ્કરીમાં મુખ્ય સુત્રધાર સોહેલ (સલમાન) ને પકડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 12 Nov 2026, 01:26 PM 👁 100
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની નજીક, સ્થાનિક ક્રાઈમ બ્રાંચે 9,48,600 રૂપીયાની મેફેડ્રોન તસ્કરીના મુખ્ય સુત્રધાર સોહેલ ઉર્ફે સલમાન ઈકબાલખાન મકરાણી (બલોચ) ને પકડ્યો અને તેને અમદાવાદ DCB પોલીસ સ્ટેશનમાં સોંપ્યો..

બનાસકાંઠામાં-:
પાલનપુરની સ્થાનિક ક્રાઈમ બ્રાંચે 1 જાન્યુઆરી 2026 ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની નજીક 9,48,600 રૂપીયાની મેફેડ્રોન (મેથેડ્રોન) તસ્કરીના મુખ્ય સુત્રધાર અને માસ્ટર માઈન્ડ સોહેલ ઉર્ફે સલમાન ઈકબાલખાન મકરાણી (બલોચ) ને પકડ્યો.આ કાર્યવાહી રાજ્ય સરકારની જીરો ટોલરન્સ નીતિ અનુસાર, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર દ્વારા સૂચિત ટીમો દ્વારા કરવામાં આવી. ટીમોનું ગઠન ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.પાલનપુર, સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા અને સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ગઢવી એલ.સી.બી.પાલનપુર દ્વારા કરવામાં આવ્યું..

સોહેલ, જે સ્વરૂપગંજ, મકરાણી મહોલ્લા, આબુરોડ, શિહોરી, રાજસ્થાનમાં રહે છે, છેલ્લા એક વર્ષથી મેફેડ્રોન તસ્કરીમાં સંકળાયેલ હતો. કેસ નંબર 119101126040/2026 અનુસાર, એન.ડી.પી.એસ એક્ટ કલમ 22(c), 8(c), 8(c), 29 હેઠળ કાર્યવાહી કરવામાં આવી.પોલીસ અધિકારીઓએ આ ગુનામાં સફળ કામગીરી માટે પ્રશંસા મેળવી, અને સોહેલને આગળની કાર્યવાહી માટે અમદાવાદ DCB પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો.આ ઘટના સ્થાનિક સ્તરે ડ્રગ તસ્કરી સામેની કડક કાર્યવાહીનું ઉદાહરણ છે,પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,સંકેતકુમાર મોતીલાલ પોલીસ કોન્સ્ટેબલ,કુલદીપસિંહ બાબુજી પોલીસ કોન્સ્ટેબલ,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,અલ્પેશકુમાર જીવણજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,ગુલાબસિંહ ચંદનસિંહ પોલીસ કોન્સ્ટેબલ તેમજ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સલામ છે,જેઓ આવા આરોપીને ઝડપી પકડી પાડે છે.
📲Get App