🔥 TRENDING కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ ડિસેમ્બર સુધી પૂર્ણ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 12 Nov 2026, 09:29 PM 👁 127
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં 700 મીટર લાંબો દુર્ગા રેલવે ઓવરબ્રિજ હાલ અંતિમ તબક્કામાં છે, અને ડિસેમ્બર અંત સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજાર અને છાપરિયા સુધી 700 મીટર લાંબો દુર્ગા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ 18 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મંજુર થયું છે. હાલ ઓવરબ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે અને ડિસેમ્બર મહિનાના અંત સુધી પૂર્ણ થવાની શક્યતા છે.ઓવરબ્રિજના દુર્ગા બજાર તરફનો ભાગ પહેલેથી તૈયાર થઈ ગયો છે,જ્યારે સિવિલ તરફની કલરિંગ, દિવાલ અને રેમ્પની રચના ચાલુ છે..

આ કામ પૂર્ણ થયા બાદ 19 પિયર્સ પર સ્થાનિક મહત્વના સ્થળો અને મંદિરનાં ચિત્રો, જેમ કે અંબાજી, ખેડબ્રહ્મા, શામળાજી વગેરે, રંગીન પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવશે.ઓવરબ્રિજની નીચેના કલર કામ અને પિયર્સ પરની પેઇન્ટિંગ હાલ ચાલી રહી છે, જેથી માર્ગની સુરક્ષા અને સૌંદર્યમાં વધારો થાય. પૂર્ણતા બાદ ઓવરબ્રિજનું ઉપયોગ શરૂ થશે, જે હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધા સુધારશે.પ્રોજેક્ટની સમયસીમા મુજબ, ડિસેમ્બર મહિનામાં તમામ કામો સમાપ્ત થશે અને ઓવરબ્રિજને સત્તાવાર રીતે ખુલ્લું કરવામાં આવશે, જે સ્થાનિક જનતા માટે મહત્વપૂર્ણ પરિવહન માધ્યમ બની રહેશે.
📲Get App