🔥 TRENDING 1,152 Gujarat Police Officers Set to P... Gujarat Inaugurates 3D Virtual Museum... Gujarat's new waste-to-energy policy o... Thieves steal Rs 1.25 crore of jewelle... Balaghat Air Hostess Murder Case: Vide... ଭୁବନେଶ୍ୱରରେ ଆଗାମୀ ୩ ଘଣ୍ଟାରେ ବର୍ଷା ଏବଂ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નુતન વર્ષની સંધ્યા એ ગૌ માતા ના સાનિધ્ય મા સંત વાણી ઝુઝારપુર ગામે યોજાયેલ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 11 Nov 2026, 08:04 PM 👁 100
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નુતન વર્ષની સંધ્યા એ ગૌ માતા ના સાનિધ્ય મા સંત વાણી ઝુઝારપુર ગામે યોજાયેલ

કાર્તિક શુક્લ પક્ષ એકમ એટલે નવું વર્ષ. આ પાવન અવસરે અપંગ અનાથ અને બિમાર ગૌ માતા ના કલ્યાણ અર્થે જ્યાં માં ભગવતી સરસ્વતી સ્વરુપા મંમાઈ માં ના બેસણા છે, માં સિંહ વાહિની ભવાની માં બિરાજે છે , અરબ સાગર ના કિનારે સપ્ત રુષી મા ના દધિશી રુષી ની તપોભૂમિ અને સ્થાપિત દધેશ્વર મહાદેવ નું અલોકિક ઉર્જા વાન મંદિર છે,તેમજ પાંડવો અને માં કુન્તા દ્વારા સ્થાપિત પંચનાથ મહાદેવ નું સાનિધ્ય એવું રુડું અને પવિત્ર ગામ એટલે ઝુઝારપુર અને આ ભુમી પર માં ગૌવત્રી માટે ધર્મ કાર્ય થાય છે.

તા.દશ ઓક્ટોબર ના નવ વર્ષ ના દિવસ ની રાત્રે આ સંત વાણી મા ભજનિક બહેન શ્રી દર્શના બેન બરડા તેમજ લોક સાહિત્ય મા દેવરાજભાઈ ગઢવી એ પવિત્ર સંત વાળી અને લોક સાહિત્ય નું શ્રવણ કરાવ્યું હતું.

આજ ના ગૌ માતા ના લાભાર્થે યોજાયેલ બાપા સીતારામ ગૌ શાળા અને ગામ સમસ્ત ઝુઝારપુર ના કાર્યક્રમ મા ઉપસ્થિત ગૌ સેવકો, સંતો મહંતો અને સામાજિક અગ્રણીઓ તેમજ ગ્રામ જનો દ્વારા ગૌ માતા ને ગૌ દાન રૂપે અંકે અગ્યાર લાખ અને પંસોતર હજાર રૂપિયા અર્પણ થયા છે.

બાપા સીતારામ ગૌ શાળા ઝુઝાલપુર અને ગામ સમસ્ત દ્વારા સર્વે નો હ્રદય થી આભાર માન્યો છે અને ભવિષ્યમાં પણ માં ગૌવત્રી માટે સહયોગી થતા રહો તેવી પ્રાર્થના સાથે આપ સર્વે ની નવા વર્ષ ના પાવન અવસરે ભગવાન સદા શિવ અને ગૌ માતા ના ચરણો મા મંગલ કામના સાથે પ્રાથના કરી છે.
📲Get App