🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રોશનીની દિવાળી, ખુશીઓની દિવાળી : મહીસાગરમાં પોલીસ બની પરિવાર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 11 Nov 2026, 05:31 PM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ તમારી સાથે, તમારા માટે - આદિવાસી વિસ્તારમાં અનોખી દિવાળી

નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહીસાગરની ખાસ રિપોર્ટ.

દિવાળી એટલે માત્ર દીવડાની રોશની નહીં, દિવાળી એટલે ખુશીઓ વહેંચવાનો પર્વ.

અને આ જ ભાવનાને સાર્થક કરી મહીસાગર જિલ્લા પોલીસે.



મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની ઉપસ્થિતિમાં જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી.

આ મુલાકાત દરમિયાન એસપી સફીન હસને સ્થાનિક પરિવારો સાથે બેસીને આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો. બાળકો, વડીલો સહિત પરિવારના દરેક સભ્ય સાથે હળીમળીને વાતચીત કરી, તેમની ખુશીઓમાં સહભાગી બન્યા, અને સૌને દિવાળીના પર્વની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી.



દિવાળીના આ પર્વે પોલીસનો માનવીય અને સંવેદનશીલ ચહેરો જોવા મળ્યો.

પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ લોકોના સુખ દુઃખમાં તેમની સાથે ઊભી રહે છે, તેનો આ કાર્યક્રમ જીવંત દાખલો બન્યો.

આદિવાસી વિસ્તારના સ્થાનિક લોકોના ચહેરા પર જોવા મળેલી ખુશી જ આ ઉજવણીની સાચી સફળતા બની.



પોલીસ તમારી સાથે, તમારા માટે, આ સંદેશ સાથે યોજાયેલી આ ઉજવણીએ પોલીસ અને પ્રજા વચ્ચેના આત્મીય સંબંધોને વધુ મજબૂત કર્યા.
📲Get App