🔥 TRENDING পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui... Bihar Launches New Police Data Centre,... ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮੋਹਿੰਦਰ ਭਗਤ ਦਾ ਨਾਮ ਦੂਜੀ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઉમાનગરમાં નવું વર્ષ ઉજવણી માટે વેરાઈ માતા ના ફૂલ સાથે ગરબા કાર્યક્રમ

✍️ Reporter: Shaileshbhai Gajjar 🗓 10 Nov 2026, 10:56 PM 👁 177
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લામાં નંદાસણ ઉમાનગર ગામે નવું વર્ષ મનાવવા વેરાઈ માતા ના ફૂલોથી સજ્જ ગરબા કાર્યક્રમ યોજાયો.

મહેસાણા જિલ્લા ના ક્ડી તાલુકાના નંદાસણ ઉમાનગર ગામે નવા વર્ષની ઉજવણી માટે વેરાઈ માતા ના ફૂલોથી સજ્જ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગામના નિવાસીઓ અને આસપાસના ગામોના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈને ઉત્સવની રોમાંચકતા માણી.

કાર્યક્રમમાં કલાકાર તૃષા રામી ગૃપ દ્વારા પરંપરાગત ગરબા ની રમઝટ બોલાવી હતી, જ્યારે ભાગ લેનારાઓ વેરાઈ માતા ના રંગીન ફૂલોથી સજ્જ ગરબા નૃત્ય પ્રદર્શિત કરતા રહ્યા. નૃત્યની લય અને ફૂલોની સુગંધથી સમગ્ર સ્થળમાં ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી.

ઉપસ્થિત ગ્રામ જનો દ્વારા ગરબા નૃત્યની રમઝટ ને પ્રશંસા કરવામાં આવી અને નવું વર્ષ સ્વસ્થતા, સમૃદ્ધિ અને સુખમય જીવનની અપેક્ષા સાથે શરૂ કરવાની શુભેચ્છાઓ આપવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા ગામમાં સાંસ્કૃતિક જાગૃતિ અને સમુદાયની એકતા મજબૂત થઈ.

આ કાર્યક્રમને ઉમાનગર ના સર્વ ગામ લોકો વડીલો તથા યુવાનો અને બાળકોએ સહકાર આપ્યો અને સ્થાનિક વડવાઓ ની વષૉ પરંપરાઓને જાળવવા માટે આવનારા વર્ષોમાં આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાની જાહેરાત ગ્રામ જનો દ્વારા કરી.હતી
📲Get App