🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાના ખાંભામાં મર્ડર હત્યા નો બનાવ

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 09 Nov 2026, 02:09 PM 👁 90
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ખાંભામાં ખૂની ખેલ

**ખાંભામાં ગાડી ભાડાની અદાવતમાં લોહિયાળ ખેલ: એકનું મોત, બે ગંભીર**

**ખાંભા:** માર્કેટ યાર્ડ નજીક ગાડી ભાડાના જૂના વિવાદમાં સમાધાન માટે ભેગા થયેલા લોકો પર ૪થી ૫ શખ્સોએ છરી, કુહાડી, પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો.

હુમલામાં સુલતાન દાઉદભાઈ સોલંકી (ઉં.વ. ૪૦)નું મોત નીપજ્યું હતું, જ્યારે અશરફ સોલંકી અને નયુમ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે ભાવનગર અને અમરેલી ખસેડાયા છે.

ઘટનાને પગલે ખાંભા પોલીસ દોડી આવી હતી અને હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

રીપોર્ટર,-સમીર ખોખર વીજપડી અમરેલી.
📲Get App