🔥 TRENDING Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig... Four dead, three injured in head‑on ca... Lawyers Block Katni Municipal Main Gat... जैकी श्रॉफ और रेखा गुप्ता ने यमुना नदी...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરદેવળી ગ્રામપંચાયત ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ની ઉજવણી કરાઈ

✍️ Reporter: Husain dhoki 🗓 09 Nov 2026, 06:47 PM 👁 86
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીરદેવળી ગ્રામપંચાયત ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી કરાઈ.
જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા ગીરદેવળી ગ્રામપંચાયત મુકામે તા. 9 નવેમ્બર, 2026ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઉપસ્થિત ગ્રામજનોને મફત કાનૂની સહાય, ભારતીય બંધારણની કલમ 14 અને 39A, કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, 1987 તથા લોક અદાલતના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં મહિલાઓ, બાળકો, અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો તથા સમાજના નબળા અને વંચિત વર્ગના લોકોને કાયદા હેઠળ મળતી મફત કાનૂની સહાય અને તેમના અધિકારો અંગે સમજ આપવામાં આવી હતી.કે ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને આર્થિક મુશ્કેલીના કારણે કોઈ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે તે માટે કાનૂની સેવા સત્તામંડળ કાર્યરત છે. કાનૂની સહાય માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 15100 વિશે પણ ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા.ગામના ઉપસરપંચ ગિરીશભાઈ રાઠોડ,ગ્રામજનો હાજર રહ્યા હતા.
📲Get App