🔥 ट्रेंडिंग महाराष्ट्र के मुख्यमंत्री फडनवीस ने आर... सीजेपी के दीपके, दास, रंका 22 नवंबर को... भारत में मध्य-दिसंबर से धरोहर स्थलों क... पाँच शताब्दियों का महल अब उपेक्षित, वि... सामलेश्वरि एससी बनाम नागालैंड यूनाइटेड... मकपिसीआर ने इम्पाल में बाल विवाह और यौ...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના ઉધનામાં ફટાકડાના તણખાથી બંધ મકાન અને કારબીઝ વેસ્ટેજ ગોડાઉનમાં ભયાનક આગ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 नव. 2026, 01:48 PM 👁 87
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના તહેવાર દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં ફટાકડાના તણખાને કારણે બંધ મકાન અને કારબીઝ વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે.

દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં ફટાકડાના તણખાને કારણે આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. મોડી રાત્રે ફટાકડા ફોડતી વખતે ઉડેલા તણખાથી એક બંધ મકાન અને કારબીઝ વેસ્ટેજના વિશાળ ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી.

આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના કાફલાએ તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઈને બચાવ કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ફોર્સની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગ વધુ ફેલાવાથી રોકી લીધી હતી.

સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનામાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું છે. ઘટનાની તપાસ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
📲Get App