🔥 TRENDING ବଢ଼ିବ ନଦୀର ଜଳସ୍ତର ବୃଦ୍ଧି, ଆଶଙ୍କାଜନକ ବର... ପାରାଦୀପ ବନ୍ଦରରେ ୩ ନମ୍ବର ବିପଦ ସଙ୍କେତ ଜା... হজবিবিডাঙ্গা পঞ্চায়েতে অনাস্থা ভোটে হ... ବ୍ରହ୍ମଗିରିରେ ବାତ୍ୟା ପ୍ରସ୍ତୁତି ପାଇଁ ଜିଲ... लखनऊ के कैबिनेट ने काशी विश्वनाथ कॉरिड... ଓଡ଼ିଶାର କେନ୍ଦୁଝର, ମୟୂରଭଞ୍ଜ, ଦେବଗଡ଼ରେ ସ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર બસ સ્ટેશન નજીક ભંગારના કેબિનમાં ભીષણ આગથી અફરાતફરી!

✍️ Reporter: Mohammad Parvej 🗓 07 Nov 2026, 08:35 AM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 હિંમતનગર બસ સ્ટેશન નજીક ભંગારના કેબિનમાં ભીષણ આગથી અફરાતફરી!

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બસ સ્ટેશન નજીક આવેલા ભંગારના એક કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગને કારણે ભંગારના કેબિનમાં નુકસાન થયું હોવાની શક્યતા છે.

સમયસર ફાયર વિભાગની કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.

📍 સ્થળ: હિંમતનગર બસ સ્ટેશન નજીક, સાબરકાંઠા
📲Get App