🔥 TRENDING Film Production Begins in Flatonia, Fa... Tongsum Tourism Festival Highlights Da... Sikkim Selects 23-Member Team for Nati... Sikkim Governor Reviews Development Pr... Bengal to Face Mizoram in 20 November... 17 Mizoram firms awarded green certifi...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાબરા: દવા લેવા ગઈ ચમારડી ગામની ૨૧ વર્ષીય યુવતી લાપતા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 05 Nov 2026, 03:45 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા તાલુકાના ચમારડી ગામની એક યુવતી દવા લેવા જવાના બહાને ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઈ છે.

બાબરા તાલુકાના ચમારડી ગામમાં એક ૨૧ વર્ષીય યુવતી લાપતા થયાની ઘટના સામે આવી છે. ગભાભાઈ બાઘાભાઈ ગમારા (ઉંમર ૫૫ વર્ષ) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેમની પુત્રી મેના (ઉંમર ૨૧ વર્ષ) ઘરેથી બાબરા દવા લેવા જવા માટે નીકળી હતી, પરંતુ તે સમય વીત્યા બાદ પરત ફરી નથી.

પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હોવા છતાં યુવતીનો કોઈ પતો મળ્યો નથી, જેના કારણે પરિવાર ચિંતાતુર છે.

આ ઘટના અંગે બાબરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. હાલમાં એએસઆઈ વાય આર ડેર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App