🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... कर्नाटक ने भारत के जेम्स एंड ज्वेलरी स...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત વીવર્સ એસોસિએશનએ દિવાળી વેકેશન લાંબુ રાખવાનો નિર્ણય કર્યો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 नव. 2026, 10:04 PM 👁 84
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી અને કાચા માલના ભાવ વધતા, વીવર્સોએ દિવાળી વેકેશન લાંબુ રાખીને આર્થિક સ્થિતિ સુધારવાનો સામુહિક નિર્ણય લીધો.

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને દિવાળી પછીની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે આજે સુરત વીવર્સ એસોસિએશન સાયણ ઝોનની એક અગત્યની મીટિંગ યોજાઈ હતી.

માર્કેટમાં લેવાલી ન હોવાથી કારખાનેદારો પાસે તૈયાર કાપડનો મોટો સ્ટોક જમા થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે કાચા માલ એટલે કે યાર્નના ભાવ વધી રહ્યા છે અને બજારમાં લિક્વિડિટી ઘટી રહી છે.

આ તમામ આફતોનો સામનો કરવા તેમજ આર્થિક સ્થિતિ સુધારવા માટે તમામ વીવર્સોએ એકત્ર થઈને દિવાળી વેકેશન લાંબુ રાખવાનો સામુહિક અને સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી કારખાનેદારોને વધુ સમય મળશે સ્ટોક ઘટાડવા અને બજારની માંગ સાથે સુમેળ બેસાડવા, જે ઉદ્યોગની સ્થિરતામાં સહાય કરશે.
📲Get App