🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વરસડા ગામે રૂ. ૫.૯૩ કરોડના ખર્ચે વરસડા-નાના માચિયાળા માર્ગના રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Oct 2026, 12:05 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વરસડા ગામે રૂ. ૫.૯૩ કરોડના ખર્ચે વરસડા-નાના માચિયાળા માર્ગના રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત

રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસકાર્યનો પ્રારંભ

અમરેલી, તા. ૨૩ ઓક્ટોબર
અમરેલી વિધાનસભા ક્ષેત્રના વરસડા ગામે ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અંદાજિત રૂ. ૫.૯૩ કરોડના ખર્ચે ૮.૨ કિલોમીટર લાંબા વરસડા-નાનામાચિયાળા માર્ગના રિસર્ફેસિંિંગ તમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારની માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

વરસડા-નાનામાચિયાળા માર્ગના નિર્માણથી બંને ગામો વચ્ચેની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે. આ માર્ગ સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને વાહનચાલકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવામાં ઉપયોગી બનશે. માર્ગ સુવિધાઓના વિકાસથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજિંદી અવરજવર ઉપરાંત કૃષિ સહિતની આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.

આ પ્રસંગે ઉર્જા રાજ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે માર્ગ અને અન્ય પાયાની સુવિધાઓના વિસ્તરણનું મહત્વ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગામડાં સુધી વિકાસની સુવિધાઓ પહોંચે અને લોકોની અવરજવર વધુ સરળ બને એ જ સરકારની પ્રાથમિકતા છે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. વરસડા-નાનામાચિયાળા માર્ગનું નિર્માણકાર્ય આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ બની રહેશે.

આ પ્રસંગે શ્રી કાળુભાઈ રાઠોડ, શ્રી વનરાજભાઈ કોઠીવાળ, શ્રી રણજીતભાઈ વાળા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App